"વરસતા વરસાદની યાદ "
મોસમના પહેલા વરસાદમાં ભીંજાવાનું સપનું હું નિહાળતો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો...
ભાગતી દોડતી જિંદગીમાં ઓફિસ ના એ કામમાં હું અંદર જ વ્યસ્ત રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો
ઓફિસની બારીએથી વરસતા વરસાદમાં મન થી ભીંજાયો ને તન થી સૂકો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો
બહાર વરસાદમાં ભીંજાતા ગરમ ચા ની ચૂસકી લેવા હું તડપતો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો
કામથી બહાર નીકળેલો હું વરસાદમાં પલળીયા વગર જ લાગણીઓમાં તરબોળ થતો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો
રસ્તા પર બાળકોના વરસાદી પાણીમાં છબ છબીયા જોઈ મારા બાળપણને યાદ કરતો રહ્યો...
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો
ઓફિસથી ઝટપટ કાર્ય પૂરું કરી ભીંજાવા બહાર નીકળ્યો તો વરસાદ વરસી ને જતો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો....
ઘરે પ્રિયતમ સાથે વરસતા વરસાદમાં પલળતા ગરમ નાસ્તો કરતા એકલો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર ને હું કોરો રહી ગયો....
શનિવારની મધ્યરાત્રીએ લખેલી આ રચનામાં હું સતત વરસાદને વિસરતો રહ્યો
આજે વરસાદ વરસ્યો મુશળધાર અને હું કોરો રહી ગયો...
ભૂમિત જાની......