.......#......(ભાગ -૨ )......#.......
પણ આ બરફવર્ષા વચ્ચે તું ૬ માહ તો દૂર એક રાત પણ જીવીત નહીં રહી શકે.એના કરતાં હઠ મૂક અને અમારી સાથે પાછો ચાલ.અમે દ્વાર નહી ખોલી શકીયે.
મિત્રો કોઇ ધનવાન વ્યકિત હોત તો એ દ્વાર ખુલી પણ જાત કદાચ.પરંતુ આ ગરીબ ભક્ત માટે કોણ દ્વાર ખોલે? એનું કોણ?
પણ કહે છે ને કે જેનું કોઇ નથી એનો ઇશ્વર છે. પૂજારીના ગયા બાદ શિવભક્ત ત્યાંજ મંદિરની બહાર બેસી ગયો,અને મનોમન સંકલ્પ કર્યો કે,જઇશ તો દર્શન કરીને જ જઇશ.મહાદેવના ભક્તો પણ મહાદેવની જેમ જ અનોખા હોય છે,એમના દર્શન કર્યા વિના જાય જ નહીં.ભક્તને ભગવાન પર એટલી શ્રદ્ધા હતી કે,મહાદેવ વગર દર્શને મને પાછો તો નહીં જ જવા દે,જરુર કોઇ લીલા કરશે.આમ કેદારધામની હિમવર્ષામાં શિવ સ્મરણ કરતો ત્યાંજ બેસી રહ્યો,ઠંડી એટલી વધી ગઇ હતી કે,કોઇ પણ જીવનું ત્યાં જીવીત રહેવું લગભગ અસંભવ લાગી રહ્યું હતું.છતાં શિવભક્ત શિવનું સ્મરણ કરતો બેસી જ રહ્યો.
થોડા સમય બાદ એક અઘોરી ત્યાં આવ્યો,અને શિવભક્ત પાસે આવીને કહ્યું કે,આવી સખત ઠંડીમાં અહિંયા શું કરે છે?ભક્તે બધી કથની સંભળાવી,અને કહ્યું કે હવે દર્શન કરીને જ પાછા જવું,એ મારું પ્રણ છે.શિવભક્તની અનન્ય ભક્તિ જોઇ અઘોરી અત્યંત પ્રસન્ન થયો,એણે શિવભક્તને કહ્યું કે,તું ખૂબ લાંબી યાત્રા કરીને આવ્યો છે,એટલે થાકી ગયો હોઇશ.મારી પાસે થોડું ભોજન છે.હું આગ પ્રકટાવી દઉં છું,તું જમીને થોડીવાર આરામ કરી લે.શિવભક્ત ખરેખર ખૂબ થાકી ગયો હતો,એણે ભોજન કર્યું,અને આગના તાપે આરામ કરવા આડો પડ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો.બીજા દિવસે જ્યારે સવારે શિવભક્ત ઉઠ્યો,ત્યારે પેલો અઘોરી ત્યાં નહોતો.બરફ પણ સાફ થઇ ગઇ હતી.જાણે ઠંડીની મોસમ જ જતી રહી હોય.એને આશ્ચર્ય થયું કે,અહિંયા તો લગાતાર ૬ માહ સુધી બરફ પડતી હોય છે,તો અચાનક એવું શું થઇ ગયું?થોડે દૂર એણે નજર કરી તો મંદિરના પૂજારી એમના સાથીઓ જોડે મંદિરની તરફ આવી રહ્યા છે.પૂજારીજી પાસે આવ્યા તો શિવભક્તે પૂછ્યું કે,શું મંદિરના દ્વાર આજે જ ખુલી જશે?પૂજારીએ કહ્યું,હા આજે ૬ મહિના બાદ પ્રથમ વાર મંદિરના દ્વાર ખોલવામાં આવશે.પૂજારીએ પહેંલાં તો એ શિવભક્તને ઓળખ્યો પણ નહીં.શિવભક્તે આશ્ચર્ય સાથે કહ્યું કે,"૬ માહ...!, આપ તો ગઇ કાલે સાંજે જ દ્વાર બંધ કરીને ગયા છો ને?" ત્યારે પૂજારીએ યાદ કર્યું અને કહ્યું કે,"આપ તો એ જ છો ને?જે ૬ માહ પહેંલાં દર્શનાર્થે આવ્યા હતા,અને દ્વાર બંધ થઇ જતાં દર્શન નહોતા કરી શક્યા?"
આ સાંભળી શિવભક્તે કહ્યું,"પૂજારીજી હું તો કાલે જ અહિંયા આવ્યો છું,રાત્રે અહિયા જ સૂઇ ગયો હતો.આજે તમે પાછા આવી ગયા,૬ માહ ક્યાંથી થયા? આ સાંભળી પૂજારીને શંકા થઇ.એણે શિવભક્તને પૂછ્યું કે,ગતરાત્રીએ અહિયાં શું થયું હતું?ભોળાનાથ ના ભોળા ભક્તે ગઇકાલની બધી ઘટના પૂજારીને કહી સંભળાવી.પૂજારીએ પૂછ્યું,"અઘોરી દેખાવમાં કેવા હતા?"શિવભક્તે કહ્યું,"એકદમ અઘોરી,લાંબી જટા,હાથમાં ત્રિશૂલ,અને માથા પર ત્રિપૂંડ."
બસ આટલું સાંભળતાં જ પૂજારી શિવભક્તના ચરણોમાં પડી ગયાં.અને બોલ્યા,"હે ભક્ત,આપ ધન્ય છો,આપની પાસે સ્વયં મહાદેવ આવ્યા હતા,અને એમણે પોતાની યોગશક્તિ દ્વારા,આપના ૬ માહને એક રાતમાં પરાવર્તિત કરી દીધા,કાળક્રમને નાનો કરી દિધો.આ બધું આપની સાચી શિવભક્તી,અને શ્રદ્ધા દ્વારા શક્ય થયું છે.અમે આટલા બધા વર્ષોથી શિવજીની પૂજા-અર્ચના કરીયે છિયે,છતાં અમને હજુ દર્શન નથી થયા,જ્યારે આપને તો મહાદેવે સાક્ષાત દર્શન આપ્યા,સાથે આપની રક્ષા પણ કરી છે.ખરેખર આપ ધન્ય છો.
મિત્રો,આજ કારણ છે કે,કેદારનાથ મહાદેવને જાગ્રત દેવ પણ કહેવામાં આવે છે.
શિવ સમય પર સત્તા ધરાવે એવા પરમ યોગી છે.એનું આ પ્રમાણ છે...
તો બોલો...
હર હર મહાદેવ....હર....