એ મને રોજ મળે છે સ્વપ્નોમાં,
છતાંયે હું મિલનની ઝંખના રાખું છું,
હાસ્યની એમની એ લહેરને
હું મારા અશ્રુના સમન્દર માં રાખું છું,
એ મને રોજ મળે છે સ્વપ્નોમાં......
પગમાં પાયલનો છંકાર,
હાથમાં ચૂડી નો ખનકાર,
ગજબનો છે એનો શૃંગાર,
અચરજ પામે છે જોનાર,
આ મને રોજ મળે છે સ્વપ્નોમાં....
અનોખી એમની એ અદાઓ ને
હું મારા રુદિયાના ધબકાર માં રાખું છું,
એમની આંખોનો પલકાર,
લાવે છે જીવનમાં બહાર,
હાલ જે હતો દિલદાર,
ભૂલ્યો નથી એને ક્ષણવાર,
યાદોની એમની એ લહેરને
હું મારા પલકોનાં ઝરૂખામાં રાખું છું,
એ મને રોજ મળે છે સ્વપ્નોમાં....
એમના આવવાનો અણસાર,
સુખમય લાગે છે સંસાર,
મિલન થાય જો પળવાર
મળશે મને નવો અવતાર
યાદોના એમના એ ખજાનાને
હું મારા સપનોના મહેલમાં રાખું છું
એ મને રોજ મળે છે સ્વપ્નોમાં....
આંખોના ઇશારાથી મને સમજાવે
સપનામાં આવી એ મને તડપાવે
નિહાળી શકે એ મને એના નયનો થી
તેથી જ હું એમને એકાંતમાં રાખું છું...
એ મને રોજ મળે છે સ્વપ્નોમાં....