વાસેલા વર્ષો ના દ્વાર શીદ ને હડસેલી દીધાં ,
ને વળી ન જોવાયું તે મનવીણા ના તાર અમથા છેડી દીધાં,
સાત જનમ નો સાથ તમે દીધો કોને સપના માં,
અમને તો બે ડગલાં ચાલી મઝધારે જ મેલી દીધાં,
શું જાણો કે કેમ વિતે છે દિવસ ને કેમ વિતે છે રાતો,
ચાંદ હાથો માં દેખાડી ને આ કઈ અમાસ માં ઠેલી દીધાં,
વાશે વિરહ ના વ્હાણા તણાશે આ ચેહરો સમય ની ધાર માં,
તો પછી આમ શું કામ નીજ આંખો ના "અમિ" દીધાં...
--"અમિ" હેતલ પટેલ...