કોણ જાણે શું ખુટી રહ્યું ?
દર્દનું ઝરણું ફુટી રહ્યું.
એ પળે શું જાદુ કર્યું,
આજ દિન અમને લુટી રહ્યું.
પ્રેમથી તે બેખબર છે,
ને છતાં દિલ તુટી રહ્યું.
સંગ છૈયાનો ન જાણે,
તોય મન એને ઘુંટી રહ્યું.
"પિયુ" તું દરજીડો નથી તો,
તણખલું દર દર ખુટી રહ્યું !!
પિયુ પાલનપુરી "નરોત્તમ"