સોના ની લંકા માં પણ "સીતા" ને સુખ મળે નહીં,
રામ પ્રણય સખા 'વિયોગ' લગીરે વેઠાય નહીં,
મન અજંપો, અશ્રુ આંખે, હૈયે ગભરાટ માંય નહીં,
સુવર્ણભૂપ, ત્રિકાળ જ્ઞાની 'લંકેશ' નો ભય મનમાં સમાય નહીં,
સીતે સ્મરણ કરે રામનું ક્ષણિક પણ રહેવાય નહીં,
જાનકીપતિ કરે આક્રમણ કોઈ થી "ઘા" સહેવાય નહીં.
જીવીત મળી સીતા રઘુનાથનો મહિમા માંય નહીં,
સીતા મીલન થયું શ્રી હરિને હષૅ તેમાં સમાય નહીં,
પવિત્રતા જળવાઇ જાનકી ની તે જ 'શિવભક્ત' નું માન હતું,
રાવણ રહ્યો જ્યાં સુધી ત્યાં સુધી 'મર્યાદા' નું ભાન હતું.