આજકાલ બજારોમાં ઘણી મોટી કંપનીઓની સ્પીડી બાઇકો ઠલવાઇ ગઇછે..એક જુઓ ને બીજીને ભુલો તેવી દશા કસ્ટમરની થઇ ગઇ છે..થોડીક વાર વિચાર કરવો પડે કે હોન્ડાની હોરનેટ લઉ કે બજાજની પલ્સર લઉ કે પછી ટીવીએસની અપાચે...
અથવા તો યાહામાની આર વન ફાઇવ...!
આ બધી જ બાઇકો આજે સો સી સી ઉપરની હોયછે એટલે કે તેમાં વધુ પાવર ને પ્લસ પીકઅપ પણ જોરદાર હોયછે..આ દરેક સ્પોર્ટી લુક ને રોડ ઉપર સુંદર રાઇડ પર્ફોમન્સ ધરાવતી હોયછે
ને આવી બાઇકો આજના યુવાન જનરેશનને વધું આકર્ષિત કરતી હોયછે..
છોકરો કોલેજમાં પાસ થાય એટલે તેના પપ્પા આવી સુંદર ને મોંઘી બાઇક ગીફ્ટ આપી દેતા હોયછે...પરંતુ પોતાનો છોકરો આવી બાઇકો કેવી રીતે ચલાવે છે તેનુ તેઓ ધ્યાન આપી શકતા નથી...
ઓહોહો મારો છોકરો ભણવામાં કેટલો બધો હોશિયાર છે..! કોલેજની પરીક્ષામાં પણ પાસ થઇ ગયો! લે આ તારી મનગમતી નવી નકોર બાઇક..જા ચલાવ ને ખુશ થા..લાખ રુપિયા તો કાલે કમાઇ લઇશું..તુ તારે જલસા કર...
બસ દરેક માતાપિતાની મોટામાં મોટી આજ એક ભુલ હોયછે..
કે પોતાના છોકરાઓને છુટ્ટો દોર આપી દેતા હોયછે...
ને જ્યારે તેને કોઇ મોટો એકસીડન્ટ થાય ને છોકરો તેમાં મરણ પામે ત્યારે તેમને કરેલી દરેક ભુલો યાદ આવી જતી હોયછે..કારણકે એકનો એક છોકરો હાથમાંથી ચાલ્યો જાય છે..એક અનંત સફરે..જયાંથી કોઇ પરત નથી આવતું...
બાઇક કોઇપણ હોય પરંતુ જો તમે તેને ધ્યાન ને કાળજી પૂર્વક ના ચલાવો તો તે તમારૂં મોત બની જાયછે..ને પછી પાછળ બેસનાર પણ વગર વાંકે ને તમારા કારણે તેઓ પણ તેનો શિકાર બની જાયછે..તમે તો આ દુનિયામાંથી ચાલ્યા જાવ છો પણ સાથે સાથે પાછળ બેસનાર બીજાઓને પણ તમારી સાથે લેતા જાવ છો..કે જેમનો કોઇ જ ગુનો હોતો નથી! બસ તમારી બાઇક ઉપર તેઓ બેઠા તેજ તેમનો ગુનો બની જાયછે...
આપણે ઘણીવાર રોડ કે હાઇવે રોડ ઉપર જોતા હોઇએ છીએ કે જયારે કોઇ છોકરો પોતાની બાઇક લઇને જતો હોયછે ને જો તેની પાછળ કોઇ છોકરી બેઠેલી હશે તો તેના બાઇકની સ્પીડ વધું દેખાતી હોયછે..બાકી જયારે તે એકલો હોયછે ત્યારે તો તેના બાઇકની સ્પીડ લીમીટની હોયછે...
કારણકે તેની બાઇકની પાછળ તેની ખાસ પ્રેમીકા બેઠેલી હોયછે..જો તે ધીમે ચલાવશે તો પાછળથી તે મોટી ચુંટણી ખણશે..માટે તેને પોતાની બાઇક સ્પીડમાં ચલાવવું જરુરી બનેછે...આ પણ એક કારણ હોઇ શકેછે..
હેલ્મેટ વગર બાઇક ચલાવવી એક ગુનો છે..સાથે સાથે હેલ્મેટ વગર આપણી જીંદગીની કોઇ સલામતી હોતી નથી..
માટે આપણે આવા એકસીડન્ટથી બચવું હોય તો હેલ્મેટ પહેરવું ઘણું જ અગત્યનું છે..
વધું સ્પીડ એટલે મોતની સજા..
માટે હમેશાં તમારા બાઇકની સ્પીડ લીમીટમાં રાખો..ને હેલ્મેટ પહેરો ને બીજાને પણ પહેરાવો..ચલાવનાર ને પાછળ બેસનાર બંન્નેને આ લાગુ પડે છે.
એક જનહિત માટે જારી..