22-06-2019 હેપ્પી ફેસવરસરી
પેલુ કેહવાય ને ખોટા ટાઇમ પર એન્ટ્રી બસ અેવુ જ કઇક છે આજે.
લગભગ 11 વાગે આપણા પેલા માર્ક ભાઇ (ઝુકરબર્ગ એવુ કઇક નામ છે એ. ફેસબુક ની દુકાન વાળા ) નો મેસેજ આવ્યો કે અમારી દુકાન કે કંપની મા તમને 9 વર્ષ પુરા થયા તો તમને દિલ થી અભિનંદન.
માર્ક ભાઇ એ 2006 મા ફેસબુક ની દુકાન ચાલુ કરી હતી પણ આપડે પડ્યા મોડા એ પણ 4 વર્ષ.
હવે 9 વર્ષ ની સફર કહુ તો કચ્છ થી બોમ્બે જવા નિકળ્યા હોઇએ ને બસ એવુ જ કઇક અનુભવ્યુ. વર્ષો ની જેમ મુસાફરો (મિત્રો) બદલાતા ગયા. એમા પણ ઘણા બધા તો એવા મળ્યા કે છેક સુધી નો સંગાથ. તો અમુક જોડે તો ના જ ફાવ્યુ.( પેલુ ટ્રેન મા કોઇ મુસાફર સાથે રકઝક થાય ને સિટ કે સામાન માટે બસ એવુ જ કઇક સમજો)
ચલો 9 વર્ષ તો નિકળ્યા પણ આગળ ના વર્ષો આંગળી ના ટેરવે ગણી શકાય એટલા જ નિકળશે એતો પાક્કુ છે. સેલ્ફી તો બહુ અપલોડ કરી લીધી પછી થોડી સેલ્ફ ની શોધ મા ફેસબુક ની દુકાન બંધ કરી ધાર્મિકતા ની દુકાન પર જોવા મળુ તો નવાઈ નહી.