મેં છત્રીને પૂછ્યું:
‘તારી નિયતિ શું...?’
મલકાઈને એ બોલી:
‘ખૂલવું-બંધ થવું,
પલળવું-સુકાવું,
અને...
માળિયાના કોઈક
ખૂણે પડી રહેવું...!’
મેં પૂછ્યું:
તને સંતોષ છે....?
એણે કહ્યું: ‘હા...!’
મેં પૂછ્યું: ‘કેમ...?’
એણે કહ્યું:‘આકાશને
ઝીલવાનો રોમાંચ
તમે ક્યારેય નહીં
સમજી શકો....!’