તમામ સ્ત્રીઓ ને સમર્પિત........
હાં, હું ઘરડી થઈ ગઈ છું...
તારા બાળકોને જનમ આપતાં આપતાં,
સવારના નાસ્તાથી રાતના ડિનર સુધી,
શાક સુધારવાથી લઈ વાસણ માંજવા સુધી,
તહેવારોમાં ઘર ઝાપટતાં ઝાપટતાં,
બાળકોની પરીક્ષાઓ માં જાગતાં જાગતાં,
લગન, સીમંત, બેસણું , અને Reception,
Annual fuctions Attend કરતાં કરતાં,
તારા tours ની bag pack કરતાં કરતાં,
તારી રાહમાં એકલી ઝૂરતાં ઝૂરતાં,
તારા માં-બાપ ને મારા બનાવતાં બનાવતાં,
એમની ફરિયાદો સામે માથું નમાવતાં નમાવતાં,
કાકી, મામી , ભાભી બનતાં બનતાં ,
બેન, દીકરી, ફોઈ, નણંદ ભૂલતાં ભૂલતાં ,
તારો ગુસ્સો, હતાશા અને તારા નુકસાન,
એની સામે મેં કદી વ્યક્ત ના કર્યા મેં મારા અરમાન,
હું તારો વંશવેલો વધારતી ગઈ ,
'ને સાથે મારી ઓળખને ઓગાળતી ગઈ ....
હાં , હું ઘરડી થઈ ગઈ છું...
આંખના કુંડાળા અને ચહેરાની કરચલીઓ,
વધેલું પેટ અને વાળની સફેદીઓ,
ચામડીની ઢીલાશ અને ચહેરાની ફીક્કાશ,
માંગે છે તારું ધ્યાન, માંગે છેં તારા વખાણ,
મારે પણ સુંદર બનવું છેં, મારે પણ સુંદર દેખાવું છેં ,
પણ......
હાં , હું ઘરડી થઈ ગઈ છું....