એક સમાચાર ઉડતા એવા આવ્યા છે કે ભરુચ શહેરની પાસે આવેલ અંકલેશ્વર શહેરની જીઆઇડીસીમાં આવેલ કોઇ ઉચી રહેઠાણ વાળી બિલ્ડીંગમાં જઇને એક પટેલ કોમના કોઇ છોકરાએ તેની ઉપરની અગાસીમાંથી નીચે પડીને આપઘાત કર્યો..
બપોરનો સમય હતો..
પહેલા તો તે એકલો પોતાના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો..પછી તેને તેની બાઇક પેલા ઉચા બિલ્ડિંગની સામે પાર્ક પણ કરી પછી સામે દેખાતા ઉચા બિલ્ડિંગમાં ધીરા પગલે ગયો..બપોરનો સમય હતો..બિલ્ડીંગમાં રહેનાર સૈ કોઇ જમી પરવાનીને ઘડી બે ઘડી પોતાના ફ્લેટમાં આરામ કરી રહ્યા હતા..નીચેથી ઠેઠ ઉપર સુધી આવેલી દરેક સીડી સુમસામ બનીને તે પણ આરામ ફરમાવતી હોય તેમ શાન્ત હતી..ધીરે ધીરે અંદર આવેલ છીકરો મરવાના વાંકે એક પછી એક સીડીઓ ચઢતો જાયછે..છેલ્લી બાકી રહેલ સીડી પણ તે ચઢી જાયછે..અગાસીમાં પડતું એક બંધ બારણું ધીરેથી તે ખોલેછે ત્યાર બાદ બહાર ગયા પછી બંધ પણ કરી દેછે કે જેથી કોઇ આવી ને તેને મરતા રોકી ના લે..વિચાર તેનો આમ દઢ હતો કે મારે ગમે તેમ કરીને આજે ને અત્યારે મરી જ જવું છે..હવે ફરી મારે જીવતા ઘેર જવુ નથી..જઇશ તો હું નહી પરંતુ મારા મર્યા પછી ની મારી મરેલી લાશ જશે..
ને પછી બસ તરત..ઉપરથી નીચે પડવાનો અવાજ..ઢમ
એક જીંદગી ઓચીંતી ચાલી ગઇ..બપોરના સુમસામ વાતાવરણમાં...
..તો શું ઘરમાં તેને કોઇએ ઠપકો આપ્યો હશે!
શું તેને કોઇએ માર માર્યો હશે!
શું તેને કોઇ દેવું થઇ ગયુ હશે!
શું તેની જોબ છુટી ગઇ હશે!
કારણ તો ઘણા બધા હોયછે
પરંતુ તેનું સાચુ કારણ તો તેના ઘરવાળા જ જાણતા હશે કે તેને કેમ આવી રીતે આપઘાત કરવો પડયો!
તમે થોડુક વિચારો..આવા કિસ્સા કયારેક આપણી આસપાસ પણ બનતા હોય છે છતાંય આપણને તેની ખબર હોતી નથી..કે આપણી બાજુમાં ઉભેલી વ્યકતી પણ કયારેક આપઘાત કરવાનું વિચારતી હોયછે છતાંય તેની જાણ આપણને હોતી નથી..
લોકોને આપઘાત કરવાની ઘણી જગ્યાઓ દેખાતી હોયછે..
-નદીનો બ્રીજ..
-રેલ્વે ટ્રેક..
-ઉચી મકાનની બિલ્ડીંગ..
-મોટા ને ઉંડા તળાવ..
-ઘટાદાર ઝાડ..
-અથવા ઉંડો કૂવો..
માણસને જયારે તેના મગજમાં અચાનક મરવાનો વિચાર આવી જતો હોયછે ત્યારે તે બીજું કંઇજ વિચારતો નથી..બસ તેને તેનું એક જ લક્ષ દેખાય છે કે મારે હવે જીવવું નથી..બસ ગમે તેમ કરીને મરી જવું જ છે..
કારણ કે આવા સમયે તે ફકત એકલો જ હોયછે તેની પાસે બીજુ કોઇ હોતુ નથી..કે જે તેને એવુ કંઇ સમજાવી શકે કે ભાઇ તને શી તકલીફ છે! કેમ તુ આમ મરવાના વિચારો કરી રહ્યો છે!
બસ તે સમયે તેની એકલતા તેની અટુટ શક્તિ બની જતી હોયછે..
પછી તો તે ધારે તે કરી શકેછે..
(જીંદગીની કોઇપણ તકલીફોનો કોઇ ને કોઇ હલ તો જરુર હોયછે માટે થોડુક કંઇક વિચારો ને એક કોઇ સારો રસ્તો જીવવાનો શોધી કાઢો..જરુર પછી તમારી ખુશીઓ પહેલાની જેમ તમારા કદમોમાં આવી જશે..
(આપઘાત કરવો ગુનો છે)