? આરતીસોની?
*અછાંદસ : માણસાઈ*
ચાલને આજે આપણે
સહું એક થઈયે.. હૈયું
હુંફાળતું...
માણસાઈનું...
એક તાણખણું...
થઈયે.. સ્પર્શી શકું એવો એક
વાયરો થઈયે.. જીંદગીમાં
હાસ્યનું એક મોજું થઈયે
હૈયું ભરાયેલ એક પ્રેમાળ
માનવી થઈયે.. ડૂબકી મરાય
એવું એક હ્દય થઈયે..
ચાલને આજે આપણે સહું
એક થઈયે.. કોઈના દર્દની
થોડીક દવા થઈયે..
પળેપળ...
હસતું ખેલતું...
અેક પતંગિયું...
થઈયે..
ચાલને આજે આપણે
સહું એક થઈયે..
હૈયું હુંફાળતું માણસાઈનું
એક તાણખણું થઈયે..
@રુહાના.! આરતીસોની