? આરતીસોની?
*અછાંદસ : સાંજ*
સાંજની શાંત શિતળતાને
સ્પર્શી સુગંધિત પ્રણય
મન ભરીને દિલમાં ભરું..
કુદરતનો...!
ધરતીને ખોળે આભાર માનું..
મારી બે આંખો વચ્ચે લલાટે
રેલાતું રહે છે
નિર્માણ, ત્યાં રવિ છુપાઈ
ગણગણાટ કરતો પ્રણયી
ગીત ગાતો..ખમીરવંતુ..
કેવું..?
ખબર છે..?
મને ખબર છે..
સાંજ તું સ્પર્શે ને
રોમ રોમ ચળકાટ ફૂટે..
હૈયું મારું ભીનું થઈ
વલોવાય સ્પંદને..
સ્નેહભીના શ્વસને,
મધમીઠા ધબકારે,
ધરા અંધેરપછેડી ઓઢી...
લયમાં સુંદર..
સંદેશ સંભળાવે છે...
જો મને સંભળાય છે...
તને સંભળાય છે?
નાચગાન કરી શશીમાં સમાઈને
ધવલ સાંજે ખેંચી પાથર્યો
પાલવ...
-આરતીસોની©રુહાના.!