ગણો તો હુંય હા , વરસાદ જેવો છું.
ગરજ જો પતશે પછી અવસાદ જેવો છું.
ના સમજાઉં તો વિખવાદ જેવો છું.
સમજ જો હોય તો અનુવાદ જેવો છું.
કતારે જો ઉભા છો તો ધરી લેજો,
મળેલા કોઇ હું પરસાદ જેવો છું.
નથી સંતોષ રાખ્યો જે મળે તેમાં ,
અમીરીમાંય હું બરબાદ જેવો છું.
પહાડી ખીણમાંથી જે મળે વાપસ ,
તમારા સાદના પ્રતિસાદ જેવો છું.
ભલેને ભૂલવા કોશિશ કરો તોયે
કદી ના વિસ્મરો એ યાદ જેવો છું.
શૈલેષ ચૌહાણ "વિસ્મય "