કઠુઆમાં આશરે દોઢ વરસ પહેલા બનેલો ગેંગ રેપના કિસ્સાનો ચુકાદો આખરે તો આવી જ ગયો...
એક આઠ વર્ષની નાની છોકરીનું અપહરણ કરીને પછી બેહોશ હાલતમાં આશરે છ જણાએ વારા ફરતી ગેંગ રેપ કર્યો હતો.. પછી ત્યાર બાદ તેનું ગળુ દબાવી ને હત્યા પણ કરી દીધી હતી..
આ આરોપીઓ તો એક વરસ પહેલા જ પકડાઇ ગયા હતા પણ કોર્ટની સજાનો ચુકાદો જ બાકી હતો જે ગઇ કાલે જ આટલા લાંબા સમય પછી જનતાના હિતમાં જ આવ્યો છે..
આ છ આરોપીમાંથી ત્રણને તો આજીવન કેદની સજા મળી છે..એટલે તેઓ જયાં સુધી જીવે ત્યા સુધીની જેલ..જયારે બાકીના ત્રણને પાંચ વરસની જેલ થવા પામી છે..
આમ તો આ કેસમાં કુલ સાત આરોપી હતા જેમાંનો એક સગીર હતો..ને તે પણ મુખ્ય આરોપીનો જ છોકરો હતો..પણ તેને કોર્ટે નિર્દોષ ગણીને છોડી દીધો છે..પહેલાના ત્રણ આરોપીઓ ઉપર ત્રણ કલમ લગાવવામાં આવી છે.
એક-બાળકીનું અપહરણ કરવું..
બે-તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવો..
ત્રણ-પછી તેની હત્યા કરવી..
માટે આ ત્રણેયને આજીવન કેદની સજા મળી છે.
જયારે બાકીના ત્રણને આ કેસ દબાવવા માટેની કોશીષ કરવી..માટે તેમને પાંચ વર્ષની જેલ આપી છે.
તમે આ દેશમાં કે બીજા કોઇ પણ દેશમાં ગુનો કરો તો તેની સજા તો આપણને ભોગવવી પડે છે..કારણકે દરેક દેશમાં કાનુન તો હોય જ છે..
પછી તે નેતા હોય કે અભિનેતા હોય કે કોઇ ધાર્મિક ગુરુ હોય!
ગુનેગારને વ્હેલી કે મોડી સજા તો થતી જ હોયછે.
જેવો તમારો ગુનો તેવી તેની સજા હોયછે.
પરંતુ કયારેક આવા ગુના ના કરવા હોય તો પણ ઓચિંતા થઇ પણ જતા હોયછે..પણ તેના પરિણામનો કોઇ વિચાર કોઇ જ કરતું નથી!
બહું દુ:ખભર્યો આ કિસ્સો છે
એક જે આઠ વરસની નાની બાળકીનું અપહરણ કરવું..એક ખુશી માટે પછી તેની ઉપર રેપ કરવો..તે પણ ગેંગ રેપ..ત્યારબાદ તેને જીવતી ગળુ દબાવી ને મારી નાખવી!
કેટલું વિચાર્યા વગરનું આ પગલુ કહી શકાય!
ગુનો કર્યા પછી પોતે તો જીવતા બચી ગયા ભલે ને પછી કોઇ સજા થઇ પણ કોઇપણ વાંક વગરની નિર્દોષ છોકરી તો મરી ગઇ ને..!
કેટલા બુધ્ધિશાળી આપણે માણસો હોઇએ છીએ..પહેલા પણ આવા કેસો દેશમાં બની ચૂક્યા છે..ને દરેક ગુનેગારો આજ પણ પોતાની સજા ભોગવી રહ્યાછે આમ છતાં પણ આ બધું જાણતા હોવા છતાંય લોકો આવું પગલું ફરી ને ફરી ભરતા જ હોયછે..!
દેશમાં આવો ભણેલ ગણેલ માનવસમાજ આવુ કરતા કયારે અટકશે!
કયાં સુધી આમ ચાલતું રહેશે! શું તેઓનો પરિવાર નહી હોય! શું તેઓ પત્ની વગરના હશે!
આ એક બહું શરમજનક ઘટના દેશની કહી શકાય..
આજનો પુરુષ જ પોતાનું નામ જાતે આમ કરીને સમાજમાં બદનામ કરતો હોયછે..
આમેય દેશમાં લોકો બીજા અનેક નાના મોટા ગુના રોજીન્દા કરતા હોયછે..જે એક સામાન્ય ગણી શકાય..પણ આવા હલકટ ગુના કરતા કેમ જરાય લોકો જરાય વિચારતા નથી..!
કોઇની નાની જીંદગી સાથે આવી રમત કરવાનો આપણને શો અધિકાર છે! ને આપણને કોને આપ્યો છે!
કોણ છીએ આપણે..માણસ!