જીવતાં જીવની કોઇએ ના કદર જાણી,
એની માર્યા બાદ આરસની કબર તાણી.
અવનવા રંગોથી સજાવ્યા કર્યો જે દેહને,
શ્વાસ જરા અટક્યાં ને સફેદ ચાદર આણી.
પહેલાં ઉચક્યો સહુએ ભેગા થઈ માનભેર,
રાત પહેલા દફનાવી દે મૃત શરીર જાણી.
સમજી લે હવે અસ્તિત્વ તારું અહીં કેટલું,
જીવન છે પરપોટો, હવાની હેરફેર માણી.
રહે અધુરી ઝંખના આત્માની જતા પહેલા,
અવગતી થયાની વાર્તા ઘેરઘેર કહેવાણી.
રેખા પટેલ ( વિનોદીની )