તમને તો ખબર હશે કે ઇન્ડીયાની પ્રાઇવેટ એર લાઇન્સ જેટ એરવેઝ ઘણા સમયથી કરોડોના દેવામાં ડુબી જવાથી હાલ તે બંધ હાલતમાં પડેલીછે..
તો હવે બીજી એરવેઝ કંપનીએ (સ્પાઇસ જેટ) તેના લગભગ એક હજારના જેટલા સ્ટાફને પોતાનામાં કામ આપીને સમાવી લીધા છે..
એટલે કે બેરોજગાર બેઠેલા જેટ એરવેઝના ઘણા ખરા સ્ટાફને નવી જોબ સ્પાઇસ જેટે આપી દીધી છે..તેથી આ જેટ એરવેઝના સ્ટાફ માટે ઘણા આનંદના સમાચાર કહી શકાય..
આજે દેશમાં પહેલા નંબરની કંપની (એર ઇન્ડિયા) છે જયારે ચોથા નંબર ઉપર આવતી આ સ્પાઇસ જેટ કંપની છે જેની પાસે હાલ સો વિમાનોનો મોટો કાફલો છે..
તેથી તેની મોટા ભાગની ફલાઇટ ઇન્ડિયામાં જ ઉડેછે ને બાકી ખાલી દશ ટકા જ ફલાઇટ ઇન્ડીયાની બહાર ઇન્ટરનેશનલના લેવલે જતી હોયછે...
આ સ્પાઇસ જેટ કંપની હજી વધારે જેટ એરવેઝના સ્ટાફની ભરતી કરવાનો વિચાર કરી રહીછે..
જેમ જેમ તેને સ્ટાફની જરુરીયાત પડતી જશે તેમ તેમ તેની વધારે નિમણુંક કરતી જશે..ટુંકમાં કયારેક ને કયારેક દરેક જેટ એરવેઝના સ્ટાફને વહેલી મોડી તો જોબ કોઇપણ એરલાઇન્સમાં મળી જ જવાની છે..આમેય સપાઇસ જેટનો લક્ષ બે હજાર જેટલા બેરોજગાર રહેલા જેટ એરવેઝના સ્ટાફને લેવાનો છે..
આશા રાખીએ કે દરેક જેટ એરવેઝના સ્ટાફને કોઇ ના કોઇ એરવેઝ કંપનીમાં નવું જોઇનીંગ મળી રહે...
જેટ એરવેઝ બંધ થયા પછી તેના સ્ટાફને ઘણી જ તકલીફો પડી હતી..માટે આવા સંકટ સમયે સ્પાઇસ જેટે પોતાની કંપનીમાં ઘણા ખરા જેટ એરવેઝના સ્ટાફની ભરતી કરી તેજ આ કંપનીનો મોટો ઉપકાર કહી શકાય...
આ એક સમાચાર છે...