સાબરકાંઠાના એક નાના ગામમાં એક બાળકને સખ્ત તાવ આવતો હતો..બાળકે પોતાનું ખાવા પીવાનું છોડી દીધું હતું..
એક અઠવાડીયાથી તે તાવમાં રિબાતુ હતું..નાનું ગામ, ઘરમાં બધાજ અભણ પરિસ્થિતિ પણ ઘરની સારી ના હતી માટે તે બાળકના માબાપ તેને લઇને ગામના કોઇ ભુવા પાસે ગયા..ને કહ્યુ કે જુઓને આ મારા બાળકને એક અઠવાડિયાથી તાવ આવેછે ને તેને જરાય તે ઉતરતો નથી ને તેને લીધે ખાતો પીતો પણ નથી...
ભુવા ને જોઇતું તેવું મળી ગયું..
માર્યા અમરત(દારૂ) બે પેગ..માતાના નામે.
અરે..મારી મંદિરવાળી મા..
આ બાળક બીમાર થયું છે તો મારી મા કોઇ જરા ઉપાય બતાવ..
ભુવાનું માથું ધૂણવા લાગ્યુ..
તેના હાથમાં રહેલી તલવાર હવામાં વિઝાતી ગઇ...
અને પછી ભુવો જોરથી બોલવા લાગ્યો કે આ બાળકના શરીરમાં કંઇક પેઠુ હોય તેવુ મને દેખાઇ રહ્યુ છે..તેથી તે બિમાર રહેછે..
માટે તેના શરીરમાંથી તેને કાઢવા તેના પેટે બે દામ દેવા પડશે તો તેના શરીરમાંથી પેઠેલું પેલું બહાર નીકળશે..
બીજી બાજુ ભુવાએ બાજુમાં લાગતી આગમાં લોખંડનો સળિયો ગરમ કરવા મુક્યો..આ બાજુ બાળક સૂતું સૂતું પોતાના દુ:ખથી રડી રહ્યુ હતું..
સળીયો ગરમ થઇ ગયો હતો..ને તુરંત ભુવાએ તે સળીયો પકડીને બાળકના પેટ ઉપર બે દામ માતાજીના નામે દઇ દીધા..
આમ બે પાંચ મીનીટની આવી વીધી સમાપ્ત થઇ..
પછી ભુવાએ કહ્યુ જા હવે તારા બાળકને ઘેર લઇ જા ને બે દિવસમાં જ તેને સારુ થઇ જશે...
ત્યારબાદ પછી એક દિવસ ગયો..બીજો દિવસ પણ ગયો..પરંતું બાળકનો તાવ ના જ ઉતર્યો..
ત્યારે આ જોઇને બાજુમાં કોઇ ભણેલ વ્યકતીએ જણાવ્યું કે કાકા કાકી જાવ આ બાળકને શહેરમાં લઈ જઇને કોઇ સારી હોસ્પીટલમાં બતાવો..નહી તો આ તેનું દર્દ પછી ઘણું વધી જશે..
તો પછી તમારા હાથમાંથી પણ આ બાળક હમેશને માટે ચાલ્યુ જશે..
માબાપને કદાચ આ ભાઇના શબ્દો કાને ઊતર્યા ને તેને શહેરની હોસ્પીટલ લઇ જઇને સારી દવાઓ કરી..
હાલ બાળકને સારું થઇ ગયું છે..ને તબિયત સારીછે.
આ છે દવાઓનો ચમત્કાર...
આમ પેટે દામ દેવાથી કોઇ દર્દ મટી જતુ નથી..બિમારી શરીરની અંદર હોયછે જે દવાઓથી સારુ થતું હોયછે..
માટે આવી અનશ્રધાઓથી દુર રહો ને સમજો કોઇપણ બિમારી દવાઓથી જ મટી શકેછે..નહી કે દોરા બાંધવાથી કે દામ લેવાથી..