Gujarati Quote in News by Harshad Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબવાહીની શબ્દથી આપ પરિચિત હશો...જ.
શબવાહિની એટલે જયારે કોઇનું મૃત્યું થાય પછી તેને જયારે અંદર મુકીને સ્મશાનમાં લઇ જવામાં આવે તેને શબવાહિની કહેવાય છે...
આજે શબવાહિની દરેક મોટા શહેરોમાં ઉપલબ્ધ હોયછે...જયારે કોઇને તેની જરુરીયાત હોય ત્યારે તે વાપરી શકેછે..
એમબુલન્સ ને શબવાહિનીમાં ઝાઝો ફરક હોયછે..એમબુલન્સ એટલે કોઇ ઘાયલ વ્યકતીને દવાખાનામાં પહોચાડવા માટે વપરાયછે..તેમાં મેડિકલની દરેક સુવિધા રહેતી હોયછે..જેમાં જીવતા ઘાયલ લોકોને આમતેમ પહોચાડવા તેનો ઉપયોગ થતો હોય છે..જેને આપણે આંકડામાં કહીએ તો એકસો આઠથી ઓળખીએ છીએ..પરંતું આ શબવાહિની તો કોઇ મરણ પામેલ વ્યકતિને સ્મશાન તરફ લઇ જવા માટે વપરાય છે.. તેમાં મરનાર વ્યક્તિ સાથે તેના સગાંવહાલાં તેની પાસે આસપાસ બેસતા હોયછે..
કયારેક આખી શબવાહિની ફુલોથી પણ શણગારેલી હોયછે કે જયારે કોઇ નેતા અભિનેતા કે કોઇ સમાજમાં ઉચી માનપાનવાળી વ્યકતીનું મરણ થયું હોય..
વાત મારે તમને તે કહેવી છે કે આ શબવાહિનીમાં એક પછી એક શબને સ્મશાન પહોચાડવા વારંવાર તેનો ઉપયોગ અવાર નવાર થતો જ હોયછે..
મોટા શહેરોમાં તો તેનો ઉપયોગ બે થી વધું વખત પણ થતો હોયછે..એકને મુકીને આવે ત્યાં તો બીજું કોઇ શબ તૈયાર જ હોય..
ભારતના કોઇ એક રાજયમાં માલપુર નામે એક ગામ આવેલું છે..ત્યાં એક આવી જ શબવાહિનીનો ઉપયોગ અવારનવાર થતો હોયછે..આ શબવાહિનીનું કામ પતી ગયા પછી કોઇ એક નિશ્ચીત જગ્યાએ તેને રાબેતા મુજબ પાર્ક કરવામાં આવતી હતી..પરંતું જે જગ્યાએ તેને ઉભી રાખવામાં આવતી હતી તેની આજુબાજુ માનવ વસાહત પણ રહેતી હતી..તો આ માનવ વસાહત થોડાક સમયથી આ શબવાહિનીથી બહું ડરતી હતી..
કારણકે આ શબવાહીનીમાં રાત્રે અમુક સમય થયા પછી જાતે જ તેનું સાયરન વાગી જતું હતું..ત્યાર બાદ પછી અચાનક તેનો પાછલો દરવાજો પણ આપોઆપ ખુલી જતો હતો..પછી તેની અંદર ઝીણા ઝીણા અવાજો આવતા હતા કે કોઇ અંદર બેઠું બેઠું રડી રહ્યુ હોય!
આ જાણી ને જોઇને આજુબાજુની માનવ વસાહત ઘણી ડરી રહી હતી!
આમ આવી અચાનક સાયરન વાગવી..આપો આપ શબવાહિનીનો દરવાજો ખુલવો..અદરથી કોઇનો રડવાનો અવાજ આવવો..આમ આવું તેમાં રોજીદુ થઇ ગયું હતું...
એક દિવસ વસાહતના બધા લોકો ભેગા થઇને ગામની ગ્રામ પંચાયતમાં જઇને એક અરજી આપી કે અમારા રહેઠાણની બાજુમાં મુકવામાં આવતી શબવાહિનીમાંથી આમ આમ થાયછે..બસ એજ દિવસે ગામના સરપંચે પેલી શબવાહિની તાત્કાલીક માનવવસાહતમાંથી ખસેડી લીધી..ને પછી લાવીને પંચાયતના મકાનની બાજુમાં મુકવામાં આવી..પછી શું! અહિ પેલા સાયરનના અવાજો..
કોઇ રડવાનો અવાજ..દરવાજો આપોઆપ ખુલવો..બધું જ બંધ થઈ ગયું..બસ એકદમ શાન્ત..આમ કેમ થયું! શું પહેલાની જગ્યાએ કંઇક હતું! જે હોય તે પણ કયારેક આવી વાતોમાં પણ કંઇક તો સચ્ચાઇ હોય જ છે...
તો..શું આ એક સાચી હકીકત હશે કે પછી કોઇ એવી અનશ્રધા આની પાછળ કામ કરતી હશે!
પોલિસને પણ આ અંગે જાણ થતા જ તેની તપાસ તેમને ચાલું કરી દિધી છે..
કે શું આમ ખરેખર બની શકેછે!

Gujarati News by Harshad Patel : 111185545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now