ઘશ્યાં ચંદન તમે કે
શબ્દો મહેકી ઊઠ્યાં,
ઉતર્યા જેવા કાગળે કે
કાગળો ઉછળી પડ્યાં,
દૂર દૂર ઉડીને પડ્યાં એ
મને મશહૂર કરવાં કાજે,
પાણીમાં પલાળીને,કાદવમાં
બગાડીને,આગમાં બળીને,
કાતરે કપાઈને,કચરામાં એ
ફેકાઈને પણ એક દિવસ એ
કાગળ પર ચંદન સમાં શબ્દો
લખનારને મશહૂર કરી જાય છે.
-રવિ નકુમ 'ખામોશી'
#khamoshi