સ્વર્ગની એકેક દેવીની જલકમાં દીકરી:
છે સુખડ-ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી.
સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે,
કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.
લાજ-મર્યાદા, શરમ, ગૌરીવ્રતોની હારમાં
ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી.
જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે,
વિસ્તરે છે એમ સમજણના ફલાકમાં દીકરી.
સૂર, શરણાઈ, સગાં સંબંધીઓની ભીડમાં,
રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી.
- અશોક ચાવડા 'બેદિલ'