દીકરી હૈયા કેરો હાર, ખીલતી ખુશીઓનો ગુલાલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં
પાડતી કુમ કુમ કેરા પગલા, એ તો આંગણ કેરી વેલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં
આંગળી પકડતી, પિતાના પ્યારથી આંસુડા પોછતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં
લક્ષ્મી બની આવી, લાવી એ તો હેતભરીને વહાલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં
ત્રણકુળ તારતી, મનમાં એ તો અભિમાન ના લાવતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં
કંકુ કેરા થાપા કરતી, આંસુભરી વસમી વિદાય એ તો લેતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.
》દિપ્તેશ મહેતા...