નયનમાં તમને કંઈક એમ વસાવી લઉં,
માથે મોરપંખ ને અધરે મોરલી ધરી લઉં.
વૃંદાવન માં સખાઓ સાથે ગાયો ચરાવી લઉં,
મોરલી ના મધુર સૂરે ગોપીઓને ઘેલી કરી દઉં.
છાના પગલે લોકોના ઘરે થી માખણ ચોરી લઉં,
શશી કિરણો મા ગોપીઓ સંગ રાસ રમી લઉં.
નાની નાની વાતો મા તુજ થી રીસામણાં કરી લઉં,
તમે માનવો કાનજી ને હું સુદ બુદ ભૂલી જઉં.
રાધા ની જેમ હું પણ તમને પ્રીત કરી લઉં,
મીરા ની જેમ તુજને તારણહાર માની લઉં.
લાવ ને આજે હું તમારું પાત્ર ભજવી લઉં,
તમે બનો રાધા ને તમારો હું શ્યામ બની જઉં...