અંકુર સ્કૂલના વિદ્યાર્થી
વેજા ઓડેદરાએ ધો.૧૦માં ૯૯.૯૭ PR
સાથે સમગ્ર ગુજરાતમાં ૩જો નંબર મેળવ્યો
જેતપુર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો
(કશ્યપ જોશી)
રાજકોટ, તા.24
મુળ કેશોદના લુશાળાના વતની હાલ, જેતપુરના ધોરાજી રોડ પર રહેતા એક મધ્યમ વર્ગીય વિદ્યાર્થીએ ધો.૧૦માં ૯૯.૯૪ પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજુ અને જેતપુર તાલુકામાં પ્રથમ સ્થાન હાસલ કરતા ઓડેદરા પરીવારનું ગૌરવ વધ્યું છે.
મળતી વિગતો મુજબ, મુળ પોરબંદર પથકના, કેર્શાદ તાલુકાના લુશાળાના વતની અને હાલ જેતપુરના ધોરાજી રોડ પર રહેતા કરશનભાઈ ઓડેદરાના પુત્ર વેજા ઓડેદરાએ ધો. ૧૦ની પરીક્ષામાં ૯૯.૯૭ પીઆર મેળવી
સમગ્ર જેતપુર તાલુકામાં પ્રથમ નંબર મેળવી અંકુર શાળા અને ઓડેદરા પરીવારનુ ગૌર વધાર્યું છે.
આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે શાળાએ જે અભ્યાસ કરાવાતો તે ઘરે બબ્બે વાર રીપીટ કરતો હતો. અત્રે એ નોંધનિય છે કે છાત્ર વેજા ઓડેદરાના પિતા કરશનભાઈને જેતપુરના ધોરાજી રોડ પર નાનકડી કરીયાણાની દુકાન
છે. માતા ગૃહિણી છે.
મધ્યમ વર્ગના મેર-ઓડેદરા પરીવારનું નામ રોશન કરતા આ છાત્રએ અન્ય વિદ્યાર્થભાઈ- બહેનોને એક શીખ આપી હતી કે અથાગ મહેનતનું પરીણામ એળે જતું નથી.
વનનો રાજા સિંહ મોઢું ખોલીને બેસી રહે અને શિકારની અપેક્ષા રાખે તો તે અશકય છે. મતલબ કે સિંહને પણ શિકાર પાછળ દોડવાની મહેનત કરવી પડે.
કશ્યપ જે.જોશી, રાજકોટ, 9157 812 812