અનુરોધ કરે છે ?
કે વિરોધ કરે છે ?
મને તો એ જ સમજાતું નથી
થોડું સમજાય એવું અભિવ્યક્ત કર
ખરેખરના ચહેરાઓ ઉકેલવાનું કામ અઘરું છે
જે આમ પણ મને ફાવતું નથી.
નહી તો તું એમ કામ કર
તું તારા સ્મિતમાં થોડો સ્નેહભાવ ઉમેરીને આવ
એના વિના સાવ જ ફિક્કો લાગે છે તારો પ્રભાવ
આ તો જસ્ટ
મરજી તારી
અરજી મારી
© નરેન કે સોનાર ‘પંખી’