Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા નવા છોકરા છોકરીના લગ્ન થયા હોય તો તેઓ લગ્ન પછી હનીમૂન જતા હોયછે...
કોઇ નજીકમાં જશે, કોઇ દૂર જશે, તો કોઇ પૈસે ટકે સગવડ ધરાવતા હશે તો તેઓ જરા ઇન્ડીયાની બહાર જશે..
લંડન,પેરિસ, સ્વિટઝરલેન્ડ..
આમ મહિનો, બે મહિના પ્રવાસ કરીને એક આનંદ સાથે તેઓ પોતાને વતન પરત ફરશે..
ત્યાર બાદ બંન્ને પોતપોતાના કામે પાછા લાગી જશે...
લગ્ન પછી નવો રોમાન્સ..નવી યાદો.. નવી પળો..નવો સાથ વગેરે..આપણને જીવનભર યાદ રહી જાયછે..
એકાદ બે વરસ પછી ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થાયછે..ત્યાર પછી તો આખે આખુ ઘર એક નવા આનંદમાં ફેરવાઇ જાય છે..કોઇ નવી આવેલ વહુંની કાળજીમાં લાગી જાય છે તો કોઇ નવા જન્મેલ બાળકની સારસંભાળમાં પરોવાઇ જાયછે..સૈ કોઇ buzy buzy થઇ જતા હોયછે..નવરાશનો તો સમય જ કોઇને નથી મળતો..
વહું દિકરાના માનપાન પણ ઘરમાં વધી જાયછે..
શું જોઇએ છે બેટા..શું આપું બેટા..જેવા ઉદગારો ચોફેર સંભળાતા હોયછે..
અરે છોકરાની વહુંને બેટી આવી..બેટી એટલે લક્ષ્મી..જલેબી વહેંચો..
અમુક સમય ગયા પછી વહુએ બીજી દિકરીને જન્મ આપ્યો..આ વખતે પેલી પહેલાની જેમ ખુશી ઘરમાં ના હતી..સૈના મોં જરાક પડી ગયા હતા..કારણકે પહેલી પણ દિકરી ને બીજી પણ દિકરી..છતાંય ઘરના સૈએ પોતાના મનને મનાવી લીધા હતા..કે દિકરો આપવો કે દિકરી આપવી એ તો ભગવાનના હાથમાં હોયછે..આપણા હાથની વાત જ નથી...આમ દિકરાની આશાએ ને આશાએ વહુંના પગ ફરી ત્રીજી વખત ભારે થયા..સોએ ભગવાનને પ્રાથઁના કરી કે હે ભગવાન હવે વહુંના ખોડે એક દિકરાનો તો જન્મ આપી દે..બબ્બે દિકરીઓ ઘરમાં છે બસ એક દિકરાની ઘરમાં ખોટ છે..એક દિકરો આપી દે પછી તારી પાસે અમારે કંઇ નથી જોઇતું..
પણ ઉપરવાળો ભગવાનછે તેને શું આપવું! કોને આપવું! ને કેટલું આપવું! તે સગડું તેના હાથમાં છે..
તે દરેક ને આપેછે જરુર..
પરંતુ આપણે મેળવવાની ઇચ્છા વધું બતાવીએ છીએ..
હવે ત્રીજી વખત પણ વહુંએ દિકરી જણી..બધા આ સાંભળીને અપસેટ થઇ ગયા જેટલું માનપાન પહેલા નવી વહું તરીકેનું હતું તે બધું હવે ધીરે ધીરે ધોવાતું નજરે પડે છે..ઘરના સૈ લોકો વહુંને જોઇને મોઢું ચડાવે છે.. માગ્યું હવે કંઈ મળતું નથી..
પતિનો પ્રેમભાવ પણ તેની વહું ઉપરથી ઓછો થતો જાય છે..ઘરના કામનો બોજ હવે વહું ઉપર ધીરે ધીરે વધતો જાયછે..થોડાક મહેણાં ટોણાં પણ હવે સૈના સાંભળવા પડતા હોયછે..વહુંનું મન પણ હવે મુઝાય છે કે હવે મારે શું કરવું! કેમ કરીને બધાને સમજાવવા! કે આ બધું મારા હાથમાં નથી..
કે તમારી એવી ઇચ્છા હું પુરી કરી શકું..
બસ એક દિવસ આ જ બાબતે ઘરવાળાઓને વહું સાથે મોટી જીભાજોડી થાયછે..ને છેલ્લે તપલાતપલી પણ થાયછે..
પછી લાચાર વહુંને પોતાની સાસરીનો ઉમરો ઓળંગીને પિયરનો રસ્તો છેવટે પકડવો પડેછે..એકલી જાતે..
આમ ચાલે છે આપણા સમાજમાં..દિકરો જન્મે તો સૈ કોઇ ખુશ થાય ને દિકરી જન્મે તો બધાજ નિરાશ થાય..
કેમ આટલો ભેદભાવ,
એક દિકરી માટે ને એક દિકરા માટે..!
વરસો વિતી ગયા છતાંય આ બાબત આપણા મનમાં ઘર કરી ગઇ છે..કે
દિકરો એટલે ઘળપણનો ટેકો ને દિકરી એટલે સાપનો ભારો..( દિકરો ઘર ભરે ને દિકરી ઘર ખાલી કરે..)

Gujarati Thought by Harshad Patel Pij : 111174725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now