Gujarati Quote in News by Harshad Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં હમણાં ઓરિસામાં ફની વાવાઝોડું આવીને ચાલ્યુ ગયું..કરોડોનું કદાચ આથી પણ વધારેનું નુકશાન કરીને ગયું..
હવે બીજું વાવાઝોડું અમદાવાદ આરટીઓ તરફથી આવી રહ્યુ છે..તેમ જાણવા મળેલ છે..
વાત એમ છે કે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી એક જાહેરનામું બહાર પાડેલછે કે અમદાવાદના કોઇપણ રોડ ઉપર જુના કોઇપણ કંપનીના વ્હીકલ જો નવી નંબર પ્લેટ વગરના દેખાય તો જટ અને પટ તરત ત્યાંજ મેમો આપી દેવો..
તેમજ નવા ખરીદેલ વ્હીકલના નવા નંબર જયાં સુધી ના આવે ત્યાં સુધી ખરીદનારે તેમના વ્હીકલના દરેક ડોકયુમેન્ટ હાથ ઉપર રાખવા જરુરી છે..જેમકે વ્હીકલનું બીલ..
ઇનચ્યુરન્સ કોપી..પીયુસી સાથે જે શો રૂમ ઉપરથી તે વ્હીકલ ખરીદ્યું હશે ત્યાંની ટીસી (ટેમ્પરરી) નંબરની રંગીન કાપલી નંબર પ્લેટની જગ્યાએ ચોંટાડેલ રાખવી પડશે, માટે જ તમારા જુના ટુ વ્હીલરની જુની નંબર પ્લેટ જેમ બને તેમ જલદી બદલીને
HSRP વાળી નવી નંબર પ્લેટ બને તેમ જલદી નાખવી પડશે..
સરકાર તરફથી આવેલ બદલવાની છેલ્લી તારીખ 31 મે રાખવામાં આવીછે..
ત્યાર બાદ જો કોઇ જુના વ્હીકલ જુની નંબર પ્લેટ સાથે જોવા મળશે તો રુપિયા 100 દંડ થશે..બીજા અન્ય રિક્શા 200 મોટા ટેમ્પા 300 ત્યાર બાદ અનુક્રમે 400 ને ખાનગી બસ ને ટ્રક 500 રુપિયા દંડની જોગવાઇ રાખવામાં આવીછે..
માટે હવે આપણી પાસે સમય ઘણો ઓછો રહેલછે તો જરાક ચેતીને વિચારીને નજીકના સમયમાં, ને તમારા રહેઠાણના નજીકના શોરુમ ઉપર જઇને બદલાવી દેવી સારી..પછી તો છેવટે સરકારને એક પ્રકારની આવી બીજી આવક તો થવાની જ છે..
પહેલી આવક નવી નંબર પ્લેટ નાખવાની..બીજી આવક જો તમે તમારા જુના વ્હીકલની નંબર પ્લેટ ના બદલાવો તો તમે આપેલ દંડની આવક...
અમદાવાદમાં જ ફકત ગયા બે દિવસમાં આવા ગુનાઓ સાથે બસો દશ વ્હીકલ્સ જપ્ત થયેલાછે..
માટે જો તમે આવા ગુનામાં પકડાવો તો પછી તમારે સો રુપિયા દંડ પણ આપવો પડશે તેમજ જયાં સુધી તમારૂં વ્હીકલ જે જગ્યાએ મુકેલછે તેના પાર્કિંગનું ભાડું પણ દિવસ ગણીને આપવું પડશે..
માટે સીધો ને સટ રસ્તો..
જલદી તમે નવી નંબર પ્લેટ નાખવી દો પછી આવા દંડ ને પાર્કીંગના ભાડામાંથી મુક્તિ મેળવો..
સરકારી કાયદોછે તો કાયદાને ધ્યાનમાં રાખીને ચાલવું વધું હિતાવહ છે...
તો કયારે વિચારોછો તમારા જુના વ્હીલ્કસની જુની નંબર પ્લેટ બદલવા માટે..!
આ સુચના તમારી જાણ માટે જ છે..એક સમાચારછે.

Gujarati News by Harshad Patel : 111173735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now