જેટ એરવેઝ બંધ થયે આજે ઘણો સમય થઇ ગયો પરંતું હજી કોઇ પાક્કો નિર્ણય લેવાયો નથી કે તે ફરી કયારે ચાલું થશે..
દેવામાં ડુબેલી આ જેટ એરવેઝ કંપની..કયારે ફરી ઉડાન ભરશે તે હજી નક્કી તો નથી જ..
તેનો સ્ટાફ આજની તારીખે પણ હેરાન થઇ રહ્યો છે તેની કંપનીને પુરી જાણ છે..
પણ કંપની હજી લાચાર છે..
ત્રણ ત્રણ મહિનાથી સ્ટાફને પગાર નથી મળ્યો..શું ખાવું ને શું પીવું તે જ તેમને સમજાતું નથી..જોબ વગર આજ બધા ઘરે બેસી રહ્યા છે..બીજી કંપનીવાળા સ્ટાફને આવકારે છે પણ ઓછા પગારે કોઇને કામ કરવું નથી..કારણકે ઘણો સ્ટાફ આ કંપનીમાં વર્ષો જુનો છે..તે લોકો આ કંપની છોડીને બીજી કંપનીમાં જવા તૈયાર નથી..
તેવામાં જ જેટ એરવેઝ કંપનીવાળાના એક સ્ટાફે હમણાં જ પોતાનું જીવન ટુંકાવી દીધું તેવા સમાચાર વહેતા થયા છે..વાત જાણે એમ છે આ ભાઇને શરીરમાં કોઇક કેન્સર હતું માટે તેને મટાડવા માટે હજારો રુપિયાનો ખર્ચ અવાર નવાર થતો હતો..માટે તે ભાઇ પૈસા વગર હેરાન પરેશાન થતા હતા..માટે પોતાનું દર્દ આમ સહન નહી થવાથી તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધું..
આમ તો બાપ દિકરો બંન્ને સાથે જ આ કંપનીમાં કામ કરતા હતા પણ બંન્નેનો પગાર જ રોકાઇ ગયો હતો..તેમજ બીજી કોઇ આવક પણ તેમને ના હતી..
તેથી તેમને આમ કરવા મજબુર થવું પડયું હતું..
ખૈર..આપણે સૈ આશા રાખીએ કે આ દેવામાં ડુબેલી કંપની ફરી બેઠી થાય ને ફરી તેમનો સ્ટાફ પરત ફરીને જેટ એરવેઝની દરેક ફ્લાઇટો જલ્દી આસમાનમાં ઉડતી દેખાય...