#kavyotsav -2
પ્રથમ મિલન
તમે મને મળ્યા ને મારી આખો ને નજર આપી ,
તમે મારી સાથે બોલ્યા ને હૃદય ને પાંખ આપી.
સંજોગે સજોડ એવા સમય ના સદુપયોગ થી,
વિશ્વસનીય ચહેરો એ મારા દિલ ને આપ્યો .
નાજુક નયનો માં એ માસૂમિયત એ ચહેરા ની ,
પૂછવું હતું નામ ને પુછાઈ ગયું કંઈક એ તેજ ગતિ થી.
સુચિંતન અને સુજોડ ની કલ્પના એ ક્યાંથી કરી ?
બસ ! આંખો થી આંખ માં આશ્વાસન નો સાથ મળ્યો.
પ્રણય ની પ્રથમ મુલાકાતે અમે ભાવ આપ્યો ,
સુયોગે લાગણી ની લટપટ માં મને પ્રતિભાવ મળ્યો.
નિર્ણય આવ્યો એ થોડા જ શબ્દો ના શિષ્ટચારે,
આજ તો છે એ જીવન સંગીની સુવાચ્ય જિંદગી ની.
પ્રેમ ના પાગરણ માં એ તમારા દિલ ના આંગણામાં,
હકારાત્મક પ્રત્યુત્તરથી અવાવવાનો મોકો મળ્યો.
ભવિષ્યના ભણકારે સાત જન્મોનો સાથ તે કોનો મળ્યો ?
બસ ! આ જિંદગી તારી સાથે મળી જાય એ જ આકાંક્ષા.