Matru bhatati 10 કવિતા.
______________________________
1__ " એક અરજ "
*********************
એકજ અરજ છે
મારી પરમાત્માને
આપજે સર્વે યાતનાઓ
નહીં કરીશ મને વંચિત
તારી કૃપાદ્રષ્ટિ થી સર્જનહાર .
Pinky mehta shah"Disha"
_____________________________
બેબસ
2__ " કર સ્વીકાર "
***************************
ચાહું તને હું પારાવાર
કરું પ્રતિક્ષા અપરંપાર
છબિ આંખોમાં ઝારઝાર
નિરખતી રહું હું લગાતાર
Pinky mehta shah"Disha"
______________________________
3 ___"મોજ "
**************************
સપનું પાછલાં પહોરનું અમે
મન ભરી માણ્યું.
સપનાં માં પહોંચી ગયાતાં અમે
જગુકાકાની વાડીનાં ચાસ માં
છાને રે છપને અમે તોડીયા રે
ખટમીઠી કેરીને,લીંબુનાં ઝૂંડકા...
ગામને પાદર બેસીને કરી જયાફત
જમાવી મહેફીલ,
રમ્યા સર્પસીડીની રમત
સંતાકૂકડી ને ધમાલમસ્તી
ગિલોલથી ફોડી મટકી પનહારીની રે
કંદોઇ કાકા નું ભૂસું ફાકી ને કરી મોજ
અમે સહુ એ ...
Pinky mehta shah"Disha"
_____________________________
4__" અરજ કરી ખાસ "
**************************
કરી અરજ એક
દિવસ રાધાજી એ
કહાનને રે.....
જોઈએ છે લ્હાવો એકવાર
આવને કહાન,
ફરીને એકવાર,
વૃદાવનની કુંજગલીઓ માં
રચાવે રાસ તુ ફરી એકવાર કહાન.....
Pinky mehta shah"Disha"
_____________________________
5___" સુખ ઉછીનું "
*******************************
જોઈએ છે સુખ
થોડું ઊછીનું
આપને ઓ વિધાતા
મને ઘડીભરનું....
માનો ખોળો
ઝંખું હું હરપલ
જનમ ધરીને
પામી નહીં સુખ
મા તારાં વાત્સલ્યનું
પલભર માટે પણ
ઢબૂરી ને સૂવાડી દે
મા મને ....
વ્હાલપ નું ઓઢણુ
ઓઢાડી દે એકવાર તું.....
Pinky mehta shah "Disha"
______________________________
6__"સપના "
********************************
જોયું હતું અમે એક સપનું
સાથે મળીને સહિયારું
એકમેકનાં સંગાથે અમે
જીવી જઈશું,જીવન રૂપાળું
Pinky mehta shah"Disha"
______________________________
7__" દાસ્તાન "
********************************અધૂરા પ્રણય ની દાસ્તાન કૈંક આવી હતી
જયાં તું મહિવાલ અને હું તારી સોહની હતી.
Pinky mehta shah"Disha"
__________________________________________
8__ " પ્રેમ "
*******************************88**************
મશરૂફ હતા પ્રેમમાં,અમે મારગ ભૂલ્યા.
ખબર નહોતી રસ્તાની,અને વટેમાર્ગુ બની
ગયા.
Pinky mehta shah"Disha"ઉ
______________________________
9. _" માં હું _____________________
હું માં, તારાં સ્ને"હ સદનની છું ચકલી...
હું માં, તારાં આંગણાની છું તુલસી
હું માં, તારાં માંગીને લીધેલાં મનોરથની છું . ભેટ
હું માં, તારાં વાત્સલ્યની એકમાત્ર છું હકકદાર.
હું માં,શીખ,સમજનેસંસ્કારનું ભાથું ઉ
લઇને ચાલી છું સાસરવાટ.
Pinky mehta shah"Disha"
__________________________________________
10 --" જાદુ "
જાદુ એના સ્મિતનો એવો દમદાર હતો કે
હોય જયાં પલભર પણ તે, મહેફીલ બની જતી હતી.
Pinky mehta shah"Disha"
__________________________________________