ઊંઘ….
નિશાંત આજે થોડીક દોડાદોડીમાં હતો, કારણ કે તેના ઘરે આજે એ.સી લગાવવાનું હતું, આકરી ગરમીને લીધે નિશાંતને ઊંઘ નહોતી આવી રહી.
એક અઠવાડિયા બાદ પણ આ જ પરિસ્થિતિ રહી, પોતાના રૂમમાં એ.સી લગાવવા છતાંપણ તેને ઊંઘ નહોતી જ આવતી,
આથી તેણે મનોચિકિત્સકને કન્સલ્ટ કરાવવા માટે વિચાર્યું, આથી બીજ જ દિવસે સવારના 9 કલાકની આસપાસ તે શહેરનાં નામાંકિત મનોચિકિત્સકની વેદાંત હોસ્પિટલે પહોંચી ગયો, જે બીજા માળે આવેલ હતી, અને સીડીઓ ચડીને હોસ્પિટલમાં જવા માટેનો રસ્તો હતો.
જેવો નિશાંત હોસ્પિટલની સીડીઓ ચડવા લાગ્યો, એવામાં એનું ધ્યાન એ કોમ્પ્લેક્સની નીચે રહેલ દુકાનની બહારની તરફ એક ભિખારી ઘસઘસાટ ઊંઘતો હતો, આ જોઈ નિશાંતને એકદમ નવાઈ લાગી, એમાંપણ તેણે જોયું કે એ ભીખારીએ ફાટેલ ચાદર ઓઢેલ હતી, માથાનાં ભાગે એક ઈંટ રાખેલ હતી, જેનો તેણે તકિયા તરીકે ઉપયોગ કરેલ હતો.
આથી નિશાંત થોડીક ક્ષણો માટે થંભી ગયો, અને વિચારવા લાગ્યો કે મારી પાસે તો ઊંઘવા માટે વેલ વેન્ટિલેટેડ રૂમ, ગાદલાં, કુણા ગાલીચા,એ.સી આ બધું હોવાછતાં પણ ઊંઘ નથી આવતી. જ્યારે આ ભિખારી પાસે મારી જેવી કોઈ સવલત ન હોવા છતાંપણ શાંતિથી ઘસઘસાટ ઊંઘે છે.
હવે નિશાંતને સમજાય ગયું કે દિવસમાં એવું એક કામ કરવું કે જેના લીધે રાત્રે શાંતિથી ઊંઘ આવી શકે, કોઈને દુઃખ કે ઠેસ પહોંચાડવી નહી.