#કાવ્યોત્સ્વ 2.0
પ્યારુ લાગે છે.
વર્ષોના ખ્વાબ આજે સાચા લાગે છે,
મુજ નયનને કોઈ, પ્યારું લાગે છે.
જે કાઈ કલ્પનાઓ હતી મુજ હ્યદયની,
તુજને જોયા બાદ , હકિકત લાગે છે.
શીદને શાહજહાંએ તાજ બનાવ્યો ?
એક તુજ દીદારે , એ સાચો લાગે છે.
પૂછે જે કોઈ મુજને, શું મળ્યું પ્રેમમાં ?
ખારાશમાં મીઠું જળ, ભળ્યું લાગે છે.
ખોબો ધરીને માગતો, રહ્યો સ્નેહ સદાયે,
તામારા સ્મિતે 'સ્નેહ', છલોછલ લાગે છે.
શીદ દરિયો બનીને ઉછળતો રહ્યો હું?
સાગર તટે તારા પગલા, પડ્યા લાગે છે.
જાગે છે દૂનિયા રોજ ભાનુના પ્રકાશે,
સ્નેહ તુજ દિદારે, જાગતો લાગે છે.
પ્રેમનો અનુભવ શું વર્ણવું તુજને?
તુજસંગ આ જિંદગી, જિંદગી લાગે છે.