હાઈકું #Kavyotsav - 2
(૧) પાન ખરતા,
જાણે સૃષ્ટિ ભેંકાર;
એ પાનખર .
(૨) લીલા પર્ણની,
કુંપળો ફૂટની ને;
બેસે વસંત .
(૩) વર્ષામાં ગાજે,
વાદળોનો સંગ્રામ;
એ વીજળી.
(૪) રાત્રે ટમકે,
નભમાં પ્રકાશતાં;
અસંખ્ય તારા.
(૫) મૂલ્યો શીખવે,
વિદ્યાર્થી ભાવિ ઘડે;
એ જ શિક્ષક.