તારા... #Kavyotsav - 2
નિશા થાતાં આભમાં...
દેખાતા ટમટમ તારા...
ટમક ટમક કરીને એ તો
આંખોને આપતા શાતા...
ઉલ્કા જોઈ અમે તો...
અતિ ઉમંગમાં આવતાં...
મનગમતું વરદાન માંગતા...
જાણે જાદુઈ ચિરાગ થાતાં...
પૂંછડિયાની પૂંછડી જોઈ...
અમે મનમાં હરખાતા...
ધ્રુવની અડગતા જોઈ...
મનમાં નિશ્નય લાવતાં..
સપ્તર્ષિ તારાને જોઈ...
મનમાં વિચાર કરતાં...
કેવું મહાન કાર્ય કર્યું હશે...?
એ ઋષિઓએ.....?
જગમાં એ અમર થાતાં...
- ' કલ્પતરુ'