વર્ષાનાં અમીઝરણા... #kavyotsav - 2
તપતપતી અંગાર ધરતીને
શાંત કરતાં અમીઝરણા...
સૂકી ભઠ ધરતીને જાણે
ચૈતન્ય આપતાં અમીઝરણા...
પ્રકૃતિને નવી તાજગી અર્પે
વર્ષાનાં એ અમીઝરણા...
ભીની માટીની ખૂશબૂથી થાતો પમરાટ.. ને ધરતી જાણે બનતી જાણે સ્વર્ગ...
જ્યારે થતાં વર્ષાના એ અમીઝરણા...
વીજ ઝબકતા
લોકો થાતાં હર્ષિત કે ...
આખરે પ્યાસ બુઝાવશે...
એ અમીઝરણા...
આખરે...સૌને આપતાં હાશ...
અને પુરી કરતી આશ...
વર્ષાનાં એ અમીઝરણા...
- "કલ્પતરુ"