#kavyotsav -2
"તું મળે...."
ક્યારેક તું આવી ને એમ મળે,
જેમ ખડકોની વચ્ચે થી ઝરણું દળે.
ક્યારેક તારા પગરવ ની ભાળ આવી જડે,
કે કોઈ અજાણી વાટે તારું મોરપીંછ મળે.
કયારેક તું શાંત પવન ની જેમ મારામાં ભળે,
અને હંમેશ મારી દરેક મંઝિલ તારી સમીપ વળે.
લોકો શોધતાં રહે ભલે તારું ઘર, પણ હું આભ તરફ મીટ માંડું ને તું નજરો માં તરે.
કોઈ સાવ અનોખી રીતમાં, ક્યાંક કોઈના સુમધુર સંગીતમાં અને કોઈ મનમોહક સ્મિત માં તારી અમીમય આકૃતિ અવતરે.
મનોમંથન થકી મળતા નવનીતમાં, મારી દરેક હાર જીતમાં અને મારા જીવનનાં અટપટાં આ ગણિતમાં, તારો સંગાથ સદા વિસ્તરે.
હે કાન્હા ! એમ જ તારા અધરનાં સ્પર્શ થી "બંસરી"નાં મન ની સરગમ નિરંતર વહે...
-Bansari Modha