કંઈક તો વાત હશે આ પ્યારમાં ,
નહીતો કેમ દેખાય રબ યારમાં ..
હા , માન્યું અહીં ક્યારેક તકરાર છે ,
સાથે સાત જન્મોનાં કરાર પણ તો છે ..
માન્યું તદન અલગ બંનેના વિચારો છે ,
સાથે જોયેલા સપના પણ તો હજારો છે ..
માન્યું સનમ ક્યારેક દીલ દુભાવે છે ,
સાથે મીઠી લાગણી પણ તો ઉપજાવે છે ..
માન્યું ક્યારેક મારી આંખે પાણી છલકાવે છે ,
સાથે મનાવીને હોઠ પણ તો મલકાવે છે ..
માન્યું એ ક્યારેક ખૂબ જ સતાવે છે ,
સાથે એટલો જ પ્રેમ પણ તો જતાવે છે ..
કંઈક તો વાત હશે આ પ્યારમાં ,
નહીતો કેમ દેખાય રબ યારમાં ..
ખ્યાતિ ...