સપને આવી poke કરે છે
અડધી રાતે knock કરે છે!
માંડ હજી જ્યાં બેઠા થઈએ
આવીને એ shock કરે છે.
શામળિયો તો સઘળી યાદો
વાંસલડીમાં lock કરે છે!
રામ-રહીમ ને ઈશુ-નાનક
એક જ રસ્તે walk કરે છે.
મારી ગઝલો વાંચી લોકો
મહેફીલોમાં rock કરે છે.
કેમ ન પહોંચ્યો એક્કે મેસેજ?
શું ઈશ્વર પણ block કરે છે?