Kavyotsav 2. 0
# કાવ્યોત્સવર : પ્રેરણા
એકડે એક , ભણવાની લઈ એ ટેક , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
બગડે બે , ગુરુજી ની બોલો જય , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
ત્રગડે ત્રણ , આ છે ભણવાની ક્ષણ , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
ચોગડે ચાર , વિદ્યા દેવીને ચડાવવા હાર , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
પાંચડે પાંચ , વિદ્યાર્થી ને ન આવે આંચ , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
છગડે છય , સ્કુલમાં દોસ્ત થઈ ને રહીએ ,મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
સાતડે સાત , લઈ વાલીના આશીર્વાદ , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
આઠડે આઠ , કરવા ક , ખ , ગ , ના પાઠ , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
નવડે નવ , સંપીને સાથે ચાલો સૌ , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
એકડે મીંડે દસ , નવું શીખવું જઈ ગુરુ પાસ , મારા દોસ્તો ,,,
ચાલો નિશાળે જઈએ ...
જય સરસ્વતી માતાજી