*જલમાં ઝુરે માછલી,
ને વનમાં ઝુરે ફૂલ ;
ભર વસંતે છાનું ઝુરે
કોયલ ને બુલબુલ.
અમારી એવી તે કઈ ભૂલ ;
તમે તો પાસે, તોયે દૂર દૂર ને દૂર...*
* વૃંદાવનમાં ઝુરે વાંસળી ;
ઝુરે મીરાનું મન...
જે મુખડાની માયા લાગી;
ક્યાં છે એ મોહન..!
અમારી એવી કઈ તે ભૂલ;
તમે તો પાસે તોયે
દૂર...દૂર...ને દૂર...*