"સમાયેલો છું"
હું કોઈ સાગર નથી ,બસ એક ઝરણું છું ..!
શાંત સ્વભાવે તારી અંદર સમાયેલો છું ...
હું કોઈ તરુવર નથી ,બસ એક છોડ છું ....!
મહેકતા સ્વભાવે તારી અંદર સમાયેલો છું ...
હું કોઈ આકાશ નથી ,બસ એક તારો છું ..!
ચમકતા સ્વભાવે તારી અંદર સમાયેલો છું
હું કોઈ પર્વત નથી ,બસ એક કંકડ છું ...!વિખરાતા સ્વભાવે તારી અંદર સમાયેલો છું ...
હું કોઈ મોટો હાસ્યકાર નથી ,બસ એક નાનું એવું હાસ્ય છું ...!
"સ્મિત" સ્વભાવે તારી અંદર સમાયેલો છું.