Nits Gujarat:-
ઉત્તરે અંબામાત છે
દક્ષીણે ગીરા પ્રપાત છે
એજ મારું ગુજરાત છે ..
ઉત્તરે અરવલ્લી પહાડ છે
પશ્ચિમે સમુદ્ર અફાટ છે
એજ મારું ગુજરાત છે ...
અહીજ શબરી નું ધામ છે
અને અહીજ દેવ સોમનાથ છે
એજ મારું ગુજરાત છે ..
કાંઠે બેઠો રણછોડરાય છે
મધ્યમાં માં કાળી નો વાસ છે
એજ મારું ગુજરાત છે
જમા મસ્જીદમાં અજાન છે
અને પાલિતાણાનું ધામ છે
એજ મારું ગુજરાત છે ...
ઉદ્યોગોનો ધમધમાટ છે
ગરબે ઘુમતો થનગનાટ છે
એજ મારું ગુજરાત છે ...
છપ્પનભોગ સમો થાળ છે
દાઢે વળગે તેવો સ્વાદ છે
એજ મારું ગુજરાત છે....
લોહીમાં વહેતો વેપાર છે
બાપા જલારામ શો ભાવ છે
એજ મારું ગુજરાત છે....
આકાશે પતંગની ઉડાન છે
વિકાસ ગુજરાતની શાન છે
એજ મારું ગુજરાત છે....
બરડોલીએ પ્રગટેલા સરદાર છે
પોરબંદરમાં ગાંધીનું ધામ છે
એજ મારું ગુજરાત છે.Nits