સ્ત્રી છુ
પણ સન્માનની ચાહક છું
બધી ફરજો નિભાવીએ
છતાં મળતા અપમાનથી ઘાયલ છું
છૂટથી રહુ જરાક ત્યાં
કેટલાયનુ છટકી જાય છે
મને અટકાવવામાં ઘણા લટકી જાય છે
લાગણીની ઓથમાં રહેવુ પસંદ છે મને
બાકી સર્જનનું વિસર્જન કરવા સક્ષમ છુ
અપમાન ન કરો એટલી જ ઈચ્છા
બાકી માન આપનારની તો સમક્ષ જ છું
હું શુ છું એ સાબિત કરવું નથી મારે
સ્વાભિમાનથી જીવવા મથતો એક સવાલ છું
હું એક સ્ત્રી છું એ જ અપાર છે...
Dedicated to all women....???