હળવે થી સ્પર્શી ને પસાર થઈ જતી
આ હવા ની લહેરખીઓ
મન ને આનંદ થી તરબોળ કરી દેતો
આ કેસરિયો આકાશ
પગ ને ભીંજવી ને જતા રહેતા
આ દરિયા ના મોજા
દુર તાકતા નજર પડતાં ક્ષિતિજ
પર એક થતાં આભ અને ધરતી
ન કોઈ શોરબકોર ન કોઈ ચિંતા
બસ ચારે તરફ વહેતું કુદરત નું સંગીત
આ સંગીત માં વહી જતી સાંજ...