એટીએમ...એક જો તે સારુ પણ કહેવાય ને એક જો તે ખરાબ પણ કહેવાય...
સારુ એટલા માટે કે આપણે પૈસા ઉપાડવા હોય તો બેન્કમાં જવું ના પડે અથવા તો આપણા ઘણા બધા ખર્ચાઓ એટીએમ કાર્ડથી પેમેન્ટ આસાનીથી કરી શકીએ છીએ..
એટીએમ કાર્ડ મશીનમાં નાખો પછી ડિટેલ ભરો પછી પીન નંબર નાખો ને પછી એમાં એમાઉન્ટ ભરો તુરંત પૈસા બહાર...
વાહ કેવી સારી સુવિધા કહેવાય
પણ કહેવત છે ને કે જેટલી શોભા એટલી ઓભા...
હમણાં એક કાકા એટીએમ ઉપર ગયા હતા તેમને થોડાક પૈસાની જરુર હતી માટે તેમને પોતાનું એટીએમ કાર્ડ મશીનમાં નાખ્યુ પછી તે કાર્ડ બહાર આવવાને બદલે અંદર જ ફસાઇ ગયું તેમને બહાર કાઢવા બહું મહેનત કરી પણ તે કાર્ડ બહાર આવ્યુ નહી તેવામાં એક યુવાન અંદર આવ્યો તેને પેલા કાકાને મદદ કરવાનું કહ્યુ પેલો યુવાન ચાલબાઝ હતો તેને કાર્ડ બહાર કાઢીને શું કર્યુ તે ખબર નહી ને તુરંત બહાર ચાલ્યો ગયો
કાકાએ જરુરી પૈસા ઉપાડયા સિવાય ત્યાથી ચાલ્યા ગયા..
આ બાજું પેલા યુવાને ધડાધડ પેલા કાકાના પૈસા ઉપાડવા માંડ્યા...લગભગ પચ્ચાસ હજાર તેને અલગ અલગ એટીએમ માંથી ઉપાડી લીધા...
માટે જો વાપરતા ના આવડે ના વાપરવું સારું નહિ તો પછી બેંકમાં જઇને પૈસા ઉપાડવા તે વધું સલામત...
મારા પણ એકવાર પાંચસો રુપિયા બીજાના હાથમાં ચાલ્યા ગયા હતા...
કે જયારે મારો પહેલો અનુભવ હતો એટીએમ વાપરવાનો ત્યારે...