"મર્દના આંસુ"
સ્ત્રી સ્વભાવે કોમળ હોય છે. વાતવાતમાં
તેની આંખોમાં આંસુ આવી જતા હોય તે
સ્વાભાવિક છે. જ્યારે પુરુષ ?
પુરુષ સ્વભાવે કઠોર હોય છે.તે રડે નહીં,પણ સૌને રડાવે ! તેની આંખોમાં આંસુ ભાગ્યે જ જોવા મળે !
અને એટલે જ કોઈ પુરુષ જયારે રડે ત્યારે , કોઈને તે જોવું ગમતું નથી !
ગમે તેવી ગંભીર પરિસ્થિતિ હોય, પુરુષ
પોતાનું ધૈર્ય ખોતો નથી.પોતાના આંસુઓ
ને છુપાવી રાખે છે. ભલે પછી રાત્રીના એકાંતમાં , માં ની ગોદને યાદ કરી કરી ને , તકીયામાં મોં છુપાવીને તે રડી લેતો હોય !
કારણ કે તે જાણે છે કે જો તે રડસે તો બધાની હિંમત ભાંગી જશે અને સૌ સાથે રડવા લાગશે !!
એટલે જ
માં જો રડે , મળીને સૌ સાંત્વના આપે ! બાપ જો રડે , સૌ રડે ,કોણ કોને સાંત્વના આપે !!
હરસુખ રાયવડેરા