પા પા પગલી કરતા શીખ્યો પકડી હાથ તમારો,
એ હાથ હંમેશ માટે છૂટી ગયો,
સમય હાથ માથી રેત ની જેમ સરી ગયો.
મારી કાલીગેલી વાતો સાંભળવા બેસતા તમે કલાકો,
હું સાથે બે ઘડી ન બેસી શક્યો,
સમય હાથ માથી રેત ની જેમ સરી ગયો.
જોયેલા કેટલા મેળા ને ખેલ બેસી તમારે ખભે,
એ જુકેલા ખભા ને ટેકો ન આપી શક્યો,
સમય હાથ માથી રેત ની જેમ સરી ગયો.
દીવા ની જેમ બળી મારા જીવન ને પ્રકાશિત કરતા,
એ દીવો આજે હંમેશ માટે ઓલવાઈ ગયો,
સમય હાથ માથી રેત ની જેમ સરી ગયો.
જતા જતા પણ કહેતા ગયા, હર જન્મે તારા જેવો દીકરો મળે, આજે સાથે રહેવું તુ, ઘણુબધુ કહેવું તુ પણ હુ રોકી ના શક્યો,
સમય હાથ માથી રેત ની જેમ સરી ગયો.