*નિખાલસ...*
હોવું કંઇક ને બતાવવું કંઇક,
રીત એની હવે હું સમજુ છું !
હસતાં હોઠ પાછળ મીઠું વેર,
ચાતુર્ય એનું હવે હું સમજુ છું !
કહેતા નિખાલસ ખુદને સદા,
ભોળપણ એનું હવે હું સમજુ છું !
એની ખુશીથી વિશેષ કંઇ જ નથી,
એના આંસુની કિંમત હું સમજુ છું !
સમીપ હોવા છતાં સાથ નથી,
હશે મજબૂરી ! હા હું સમજું છું !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*