બાળદુર્ગા પૂજા... 14-4-2019
માઈ ભકત રમેશ ભાઈ એ બાળદુર્ગા પૂજા નુ સુંદર આયોજન કર્યું... આવુ અદભુત કાર્ય એ જ કરી શકે જે ચેહર મા ની પ્રેરણા સમજી શકે. એકસો અગિયાર બાળ કુંવારિકા નુ વિધીસર પૂજન કરવામાં આવ્યું અને પછી દરેક કુવારિકા ને ભેટ સોગાદ આપવામાં આવી.. આહા શું દ્રશ્ય હતુ દિલ આનંદ વિભોર થઈ ગયું આવા અદભુત અને અલૌકિક કાર્ય માટે લખવા શબ્દો પણ નથી મળતા.. હ્રદય ગદગદ થઈ ગયુ... મા ચેહર ને એક જ અરજ આવા જ રૂડા પ્રસંગો કરી ગોર ના કુવાના નામ અમર કરજે મવડી.. દીન બાળક પર દયા રાખજે.. બાળદુર્ગા પૂજા પછી આરતી ઉતારવામાં આવી .આવા રમણિય કામ થતા હોય એટલે મા ચેહર હાજર જ હોય. માઈ ભકત રમેશ ભાઈ ના ચેહરા પર અલૌકિક તેજ જોવા મળે છે અને સ્મિત ભરેલો ચેહરો હોય. નાના મોટા સૌને માન આપે અને આશીર્વાદ આપે. ચેહર મા અને માઈ ભકત રમેશ ભાઈ ના ચરણોમાં લાખ લાખ વંદન..
આવા રૂડા અવસર થતા રહે. માતાજી બધાને આનો લાભ આપે... જય ચેહર મા...
ભાવના ભટ્ટ અમદાવાદ...