આજે કોઇ માણસ કંઇ પણ કામ કરેછે...તે પોતાના પેટ માટે અથવા તો પોતાના પરિવારના પેટ માટે...
સવાર બપોર કે સાંજ માણસને કામ કર્યા પછી તેને ખાવાની જરુર પડશે!
પોતાનું શરીર જો તેને ટકાવી રાખવું હશે તો ખાવાનું સમયે ખાવું પડશે.
આ કુદરતી છે...જેમ કે છોડની પાણી તડકો નહી મળે તો તે વધું વિકાસ થવાને બદલે જલ્દી ચીમડાઇ જશે તેમ માણસને પણ સમયે જમવાનું નહીં મળે તો તે પણ પોતાનું વધું જીવન જીવી શકશે નહીં..તેથી કોઇપણ જીવને જીવન જીવવું હશે તો તેને ખાવાનું ખાવું તો પડશે...જ.
આ એક સામાન્ય વાત છે.
પણ જયારે કોઇ ભિખારીને માંગવા છતાંય જો તેને કંઇપણ ખાવાનું નહી મળે તો તેને રસ્તા ઉપર પડેલી ખાવાની કોઇપણ ચીજ ખાવી તો પડશે.
આજે લગ્ન પ્રસંગોમાં જમણનો ઘણો જ બગાડ થતો હોય છે..લોકો પોતાની ખાવાની લીમીટની બહાર પોતાની થાળીમાં જમવાનું ભરી દેતા હોય છે ને પછી નહી ખાઇ શકવાથી તેનો ઘણો જ બગાડ થતો હોયછે..ને પછી વધેલું જમવાનું એકઠું કરીને બહાર રોડ ઉપર ફેંકી દેવાતું હોયછે.
આવું ફેકેલુ જમવાનું પછી બહાર રખડતા પશું પક્ષીઓ કુતરા બિલાડા તેમજ સાથે સાથે ગરીબ ભિખારીઓ પણ તે ખાવા એકઠા થતા હોયછે!
પશું પક્ષીઓ ખાવા આવે તેતો સમજ્યા પણ એક ગરીબ માનવજાત પણ આવું ફેકેલ ખાવાનું ખાવા આવતી હોયછે. તે જોઇને આપણને ઘણું જ દુ:ખ થાયછે કે એક ગરીબ ભિખારીને પણ આવો નાખેલો એંઠવાડ ખાવો પડે છે!
ઘણા ગરીબ ભિખારી લોકો કોથળીમાં ભરીને દુર લઇ જઇને ખાતા હોયછે તો ઘણા લોકો પોતાના બાળકો માટે ભરી ભરીને ઘેર લઇ જતા હોયછે.
ત્યારે સમજાય છે કે અન્નની કિંમત કેટલી હોયછે!
પુછો કોઇ ગરીબ ભિખારીને કે સુકી રોટલીની કિંમત કેટલી!
જયારે આપણું પેટ જમવાથી ભરાઇ જાય ત્યારે આપણે વધું ખાઇ શકતા નથી ને જેવું તે જમવાનું બે કલાકમાં આપણને પચી જાયછે ત્યારે જો આપણને તે જમવાનું ફરી મળે તો તરત આપણે તેની ઉપર તુટી પડીએ છીએ.
આને કહેવાય પેટની ભુખ...
કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે આવી મોઘવારીના સમયમાં આપણે અન્નની કિંમત સમજવી પડશે..તેનો થતો બગાડ આપણે રોકવો પડશે..
એક ખેડૂત...પોતાના ખેતરમાં એક પાક લેવા માટે તે કેટલી મહેનત કરેછે તે આપણે વિચારી શકતા નથી!
અનાજ કંઇ આમ રાતો રાત તૈયાર નથી થતું! તેની પાછળ સખ્ત મહેનત, પૈસા ને સમય બરબાદ કરવો પડતો હોય છે..પછી જ તે સમયે ઉગી નીકળે છે.
તેથી જ આપણે હવે અન્નની કિંમત સમજવી પડશે..લગનમાં થતો નકામો બગાડ અટકાવો પડશે..ને આમ પછી વધેલું જમવાનું અનેક ગરીબોના મોંમોં એક કોળીયો બનાવીને જવા દેવો પડશે...
તેથી જ કોઇ ભિખારીને તમે પાણી નહિ આપો તો ચાલશે પણ એક લુખી સુકી રોટલી તેના હાથમાં જરુર આપો તેમાં જ તેને પાણી કરતા ખાવામાં વધું સંતોષ મળશે.